આધાશીશી એ પિત્તના પ્રકોપથી થતી વિકૃતિ છે. આધાશીશીમાં નવસારને પાણી સાથે પીસી, જે બાજું માથું દુખતું હોય તેની સામેની બાજુના નસકોરામાં આ નવસારના પાણીના ટીપાં નાખવાથી રાહત થાય છે. દ્રાક્ષ અને ધાણાને પાણીમાં નાખી તે પાણી પીવાથી આધાશીશી મટે છે.
આદુનો રસ અને તુલસીનો રસ સૂંઘવાથી અને નાકમાં તેના ટીપાં નાખવાથી આધાશીશી અને માથાનો દુખાવો મટે છે. લસણની કળીઓ પીસીને કાનપટ્ટી પર લેપ કરવાથી આધાશીશી મટે છે. હીંગને પાણીમાં મેળવી નાકમાં ટીપાં નાખવાથી આધાશીશી મટે છે. સૂંઠને પાણીમાં ઘસી કપાળે લગાડવાથી આધાશીશી મટે છે. દૂધમાં ધી મેળવી પીવાથી આધાશીશી અને માથાનો દુખાવો મટે છે.
આધાશીશીમાં લવિંગનું તેલ ઘસવાથી માથાનો દુખાવો મટે છે. નવશેકા પાણીમાં મીઠું નાખી, બંને પગ પાણીમાં રાખવાથી 15 મિનિટમાં માથાનો દુખાવો મટે છે. માથું દુખતું હોય તો તુલસીનાં પાન અને અગરબત્તી વાટીને માથે ચોપડવાથી તરત જ માથું ઊતરે છે.
સૂરજ ઉગે તે પહેલા ગરમ ગરમ, તાજી, ચોખા ઘીની જલેબી ખાવાથી આધાશીશી મટે છે. ઠંડા દૂધમાં સુંઠ ઘસીને, તે દૂધના 3-4 ટીપા નાકમાં નાખવાથી આધાશીશી માટે છે. નાળિયેરનું પાણી પીવાથી આધાશીશી અને માથાનો દુખાવો મટે છે.
આધાશીશી હોય તો કપાળે ચોખ્ખું ઘી ઘસવાથી માથું ઊતરે છે. આમળનું ચૂર્ણ, સાકર અને ઘી સરખે ભાગે લઈ ખાવાથી આધાશીશી હોય તો સારું થાય છે. એક કપ પાણીમાં એક ચમચી હળદર નાખી, ઉકાળીને પીવાથી અથવા તેનો નાસ લેવાથી આધાશીશી નો દુખાવો મટે છે.
લવિંગના અને તમાકુના પાન વાટીને માથા ઉપર લેપ કરવાથી આધાશીશી નું દર્દ મટે છે. મરીને શુદ્ધ ઘીમાં વાટીને નાકમાં ટીપાં તેના પડવાથી આધાશીશી મટે છે. આદું અને ગોળની પોટલી બનાવી, તેના રસનાં ટીપાં નાકમાં પાડવાથી આધાશીશીમાં ફાયદો થાય છે.
ગાજરના પાનની બંને બાજુએ ઘી ચોપડી, ગરમ કરી, તેનો રસ કાઢી, રસનું એક એક ટીપું કાનમાં તથા નાકમાં નાખવાથી આધાશીશી માટે છે. તમાકુમાં પાણી મેળવી, કપડાથી ગાળી, તેના બે ટીપાં નાકમાં નાખવાથી અને માથાના તાળવા ઉપર તેનું થોડું પાણી ચોળવાથી આધાશીશી માટે છે.
લસણનાં રસના ટીપાં નાકમાં પડવાથી આધાશીશી મટે છે. લીલાં કાચા જામફળને જરા પાણી સાથે પથ્થર પર ઘસી સવારે કપાળ પર જ્યાં દર્દ થતું હોય ત્યાં લેપ કરવાથી બે-ત્રણ કલાકમાં જ આધાશીશી મટી જાય છે. ગાયનું ઘી દિવસ દરમિયાન જેટલી વાર સૂંઘી શકાય તેટલી વાર સુંધતા રહેવાથી આધાશીશી મટે છે.
કામ, પિત્તપાપડો અને ધાણા ત્રણેય ને પાણીમાં પલાળી રાખી, ગાળીને આ પાણી પીવાથી આધાશીશી મટે છે. લવિંગને પાણીમાં લસોટી કે જરા ગરમ કરી, માથામાં અને કપાળમાં લગાવવાથી માથાનો દુખાવો મટે છે. દૂધના માવામાં સાકર મેળવીને ખાવાથી આધાશીશી મટે છે.
ગાયના ઘીમાં સાકર નાખી, સહેજ ગરમ કરી, પછી ઠંડુ કરી નાસ લેવાથી પણ આધાશીશી મટે છે. ચારથી પાંચ કેસરના તાંતણા, અડધી ચમચી સાકર અને એક ચમચી ઘી મિક્સ કરી, સહેજ ગરમ કરી, એકરસ થાય ત્યારે પાંચથી છ ટીપાં બંને નસકોરા માં નાખવાથી આધાશીશી મટે છે.
માથાનો દુખાવો કે આધાશીશી હોય તો તુલસીના માંજર નું પાંચ ગ્રામ ચૂર્ણ સવાર-સાંજ મધમાં, ચાટવું. તુલસીનાં પાનનો કપાળે લેપ કરવો અને તુલસીના રસના બે બે ટીપાં નાકમાં નાખવા. જો માથું દુખતું હોય તો એલચી, પીપર અને બદામ મધમાં ભેળવીને ચાટવાથી રાહત થાય છે.
આદુનો તાજો રસ ગાળી, બે-ત્રણ કલાકે નાકમાં બબ્બે ટીપાં મૂકતા રહેવાથી આધાશીશી મટે છે. એનાથી નાકમાં થોડી પીડા થશે પરંતુ પરિણામ સારું આવે છે. દૂધમાં સાકર મેળવી નાકમાં ટીપાં મૂકવાથી આધાશીશી મટે છે. વાવડિંગ અને કાળા તલનું ચૂર્ણ સૂંઘવાથી આધાશીશી મટે છે.
પિત્તથી થયેલી આધાશીશીમાં દહીં, છાસ, કઢી, આથાવાળા પદાર્થો અને ટામેટાં બંધ કરી, શંખભસ્મ, કપર્દભરમ, શુદ્ધિ ભસ્મ એક એક ગ્રામમાં બે ગ્રામ કપૂરકાચલીનું ચૂર્ણ મેળવી, દવા જેટલી જ ખાંડ (પાંચ ગ્રામ) નાખી, ખાલી પેટે સવાર-સાંજ પાણી સાથે પીવું, પિત્તવર્ધક આહારવિહાર કાયમ માટે છોડી દેવો.
આધાશીશીમાં માથું દુખતું હોય તો તજ અને સૂંઠનો ભૂકો લઈ, તેમા થોડું પાણી મેળવી કપાળ ઉપર ચોપડો. આધાશીશીમાં ત્રિફળા અને જેઠીમધનું ચૂર્ણ મધમાં ભેળવીને ચાટવાથી દુખાવો મટી જશે. આધાશીશીમાં માથાના દુખાવામાં ચૂનો અને નવસાર સૂંઘવાથી રાહત મળે છે.