મહેસાણામાં બેંકના ડાયરેક્ટરે કોલેજની રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું…સુસાઈડ નોટ માં લખ્યું કે “2 કરોડ 40 લાખ રૂપિયાની…”
પ્રતિ દિન આત્મહત્યા ના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઘટના ગુજરાતના મહેસાણામાં સામે આવી છે જેમાં મહેસાણાના અર્બન બેંકના ખૂબ જ પ્રતિષ્ઠિત ડાયરેક્ટર અને રણેલા કોલેજના ટ્રસ્ટી કિરીટભાઈ બી પટેલે પોતાની જ કોલેજ હોસ્ટેલમાં ગળાફાંસો ખાય મોતને વહાલું કરી લીધું હતું. આ ઘટનામાં એક સુસાઇડ નોટ સામે આવી છે જેમાં ખૂબ જ ચોકાવનારી વાત સામે આવી હતી જેમાં લખ્યું હતું કે પાંચ વ્યક્તિઓએ તેમની સાથે બે કરોડ 40 લાખ રૂપિયાની ચીટીંગ કરીને તેમને મળવા માટે મજબૂર કર્યા હતા.
11111
1111
1111
આ સુસાઇડ નોટ કોણે લખી તે પણ પોલીસ વધુ તપાસ કરી રહી છે. તે સુસાઇડ નોટ માં વધુ જણાવી રહ્યા છે કે પોલીસ આ ફરિયાદ ના નોંધે પરંતુ આ પાંચ આરોપીની જો ધરપકડ થશે તો જ મને સાચી શ્રદ્ધાંજલિ મળશે. બેચરાજી તાલુકાના રણેલા ગામના વતની અને માજી ધારાસભ્યના દીકરા કિરીટભાઈ લાલાભાઇ પટેલની ગામમાં સરસ્વતી મહિલા બી.એડ કોલેજ આવેલી છે જેમાં તેઓ કોલેજના હોસ્ટેલના એક રૂમમાં કિરીટભાઈ નો સમગ્ર પરિવાર મહેસાણા ખાતે રહેતો હતો.
પરંતુ સવારે હોસ્ટેલના રૂમમાં પંખા સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળ્યો હતો ત્યારબાદ તુરંત જ પોલીસ વધુ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં તેમને તપાસ દરમિયાન એક સુસાઇડ નોટ મળી હતી તેમાં તેમણે સુસાઇડ નોટ કરવા પાછળનું કારણ દર્શાવ્યું હતું જેમાં લખ્યું હતું કે પાંચ લોકોએ તેમની સાથે બે કરોડ 40 લાખ 50 હજાર રૂપિયાની ચીટીંગ કરી હતી.
પાંચ લોકોએ જ તેમને મરવા માટે મજબૂર કર્યા હતા તેથી જ હું આ પગલું ભરું છું વધુ જણાવતા તે નોટમાં લખ્યું હતું કે મને સાચો ન્યાય જો મળશે તો જ મને સાચી શ્રદ્ધાંજલિ મળશે તેથી મને ન્યાય અપાવવાના પ્રયત્ન કરજો તેઓએ લખ્યું હતું કે તે પાંચ લોકો બીજા લોકો સાથે ચીટીંગ ના કરે તે માટે ન્યાય મળવો ખૂબ જ જરૂરી છે ત્યારબાદ પોલીસે આ પાંચ લોકોને ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી